મોરબીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણીના નિકાલ કરવાની સ્થાનિકોની રજૂઆત

- text


અગાઉની રજુઆત ધ્યાને ન લેવાતા તંત્રને આવેદન આપ્યું

મોરબી : મોરબી બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને વરસાદના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે સ્થાનિકોએ તંત્રને સમસ્યા ઉકેલવા માટે આવેદન આપ્યું હતું.

- text

મોરબી સતત એકધારા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે મોરબી બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ અંગે સ્થાનિકોએ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી કે અગાઉ પાણી નિકાલ માટે તંત્રને રજુઆત કરી હતી. પણ તેમ છતાં યોગ્ય કામગીરી ન થતા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને વરસાદના પાણી ફરી વળ્યાં હતા. આથી સ્થાનિક લોકો આજે કામધંધા બંધ રાખીને આ સમસ્યા હલ કરવા માટે તંત્રને વિગતવાર રજુઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.

 

- text