મોરબીના નાની વાવડી ગામે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ એક સોસાયટીના પ્લોટની દીવાલ પાડી નાખતા વરસાદી પાણીનો વહેણ અટકી ગયો છે.હાળ ભારે વરસાદ પડી રહ્યો હોય નાની વાવડી ગામની આ સોસાયટી બેટમાં ફેરવાય હોય એ રીતે ચારેકોર પાણી ભરાયા છે. આખી સોસાયટીમાં ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત સ્થાનિકોએ મોરબી નગરપાલિકા અને જિલ્લા કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો રોષે ભરાયા છે.

- text

- text