વરસાદની સ્થિતિને જોતા શાળાઓને રજા રાખવાની અનુમતિ આપતા શિક્ષણાધિકારી

- text


મોરબી : મોરબીમાં મંગળવાર વેહલી સવારથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. સતત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે ભારે અને સતત વરસાદના પગલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. વિડજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબીમાં શાળાઓ વરસાદની પરિસ્થિત ને ધ્યાને લઈ ને પોતાની રીતે રજા જાહેર કરવાની અનુમતિ આપવામાં આવી છે. એટલે કે જે સ્કૂલ આજે રજા જાહેર કરવી હોય તે કરી શકે છે.

- text

- text