ટંકારા અને વાંકાનેરમાં જુગાર રમતા 14 ઝડપાયા દે

- text


ચાલુ વરસાદમાં ખૂણે ખાચરે જુગારની મૌસમ ખીલી

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડતો હોય નવરા પડેલા અમુક લોકો જુગારની બાજી માંડી હોય એમ ચાલુ વરસાદમાં ખૂણે ખાચરે જુગારની મૌસમ ખીલી ઉઠી છે. આથી પોલીસે જુગારધામ ઉપર સતત તવાઈ ઉતારીને ટંકારા અને વાંકાનેરમાં જુગાર રમતા 14ને ઝડપી લીધા હતા.

વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરના અમરસર ગામના પંચાયત પાસે જાહેરમા જુગાર રમતા તકદીરભાઈ હુશેનભાઈ બ્લોચ, શેખરભાઇ સલીમભાઇ શાહમદાર, રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ, એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી, રસુલભાઇ હાજીભાઇ શાહમદાર, રમજુભાઈ હાજીભાઈ શાહમદાર, સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ, હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચને જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા ગંજી પતાના પાના તથા રોકડા રૂ.૨૧,૮૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે મીતાણા ગામે હનુમાનજીના મંદીર પાસે જાહેરમાં ટોર્ચ લાઇટના અજવાળે પૈસા પાના વળે પૈસા ની હારજીતનો જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી, ભરતભાઇ ખીમજીભાઇ વાંક,શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ બાળા, હિરાભાઇ મેઘજીભાઇ પારઘી, રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના, મોહનભાઇ નથુભાઇ પારઘીને રોકડા ૩ ૧૩ ,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text