વરસાદ અપડેટ : શુક્રવારે બપોરે 12થી 2 વચ્ચે મોરબીમાં 10mm વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી છવાયેલા મેઘાવી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જો કે મોરબી જિલ્લામાં બપોરના સમયે એકમાત્ર મોરબી ઉપર જ મેઘરાજા મહેરબાન થયા હતા અને ધીમીધારે વ્હાલ વરસાવ્યું હતું.

મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા છૂટી છવાઈ મેઘવર્ષા વરસાવી રહ્યા છે. ખેતી માટે કાચું સોનુ સમાન ધીમીધારે વરસાદ આજે પણ યથાવત રહ્યો હતો. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આજે શુક્રવારે બપોરના 12થી 2 દરમિયાન પડેલા વરસાદના આંકડા મુજબ માત્ર મોરબીમાં જ 10 મિમી વરસાદ પડ્યો હતો. આ સિવાય ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયામાં કોઈ વરસાદ નોંધાયો ન હતો.જ્યારે બપોરે 12થી 2 દરમિયાન મોરબીમાં ધીમીધારે પણ ભારે વરસાદી ઝાપટુ વરસી જતા ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા.

- text

- text