જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ-થાનગઢ ખાતે ઉજવાશે ભવ્યાતિભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ

- text


13 જુલાઈના રોજ સત્સંગ, સંતવાણી, ગુરુપૂજન અને વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

મોરબીઃ સદગુરુ 1008 ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ)ના આશીર્વાદથી આગામી તારીખ 13 જુલાઈ ને બુધવારના રોજ જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ-થાનગઢ ખાતે ભવ્યાતિભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી થનાર છે. ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સત્સંગ, સંતવાણી, ગુરુપૂજન, અને વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી થશે. આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

શ્રી જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ-થાન ખાતે યોજાનારા ગુરુપૂર્ણિમા મહોત્સવની વિગતે વાત કરીએ તો, 13 જુલાઈના દિવસે ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારે 7-30 કલાકે શ્રી જોગ ધુન મંડળ-થાનગઢ તથા સર્વ ગુરુભાઈઓ-બહેનો દ્વારા પૂજ્ય બાપુની રથયાત્રાની સવારી યોજાશે તથા પ્રસાદ વિતરણ કરાશે. ત્યારબાદ પૂજા પ્રસંગ યોજાશે. સવારે 9 કલાકે ટ્રસ્ટીમંડળ, સર્વ ગુરુભાઈઓ-બહેનો દ્વારા વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રો અને સંગીત સહ ગુરુપૂજન વિધિ કરાવશે. ત્યારબાદ 10 કલાકે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવશે. બપોરે 11 કલાકે ગુરુ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સવારે 9 કલાકે ઉછામણીમાં બાકી રહી ગયેલા દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે. ગુરુપૂર્ણિમાના આગલા દિવસે 12 જુલાઈના રોજ બપોર પછી 4 વાગ્યા થી 13 જુલાઈના રોજ બપોરે 11 કલાક સુધી આયુર્વેદિક તેમજ સુગર અને બીપી ચેકઅપ માટે કમ્પનું પણ આયોજન કરાયું છે. તેમજ ગુરુપૂર્ણિમાની પૂર્વ રાત્રે 12 જુલાઈના રોજ ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં ગીતાબેન રબારી, નિલેશભાઈ ગઢવી અને હરદેવભાઈ આહીર રમઝટ બોલાવશે.

- text