મોરબીમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે ગામેગામ પોષણ કીટનું વિતરણ

- text


મોરબીઃ વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે ગુજરાતને પોષણક્ષમ બનાવવાની પણ સરકારની નેમ છે. વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શનની સાથે ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય પણ આપવામાં આવી રહી છે.

જ્યાં જ્યાં રથનું આગમન થાય ત્યાં આઈ.સી.ડી.એસ. હેઠળ આંગણવાડીઓ દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનું પ્રદર્શન કરી બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવી રહ્યો છે.

મોરબીના ઘુંટુ ગામે વિકાસ યાત્રા રથનું આગમન થયું ત્યારે ગ્રામજનો તથા સ્થાનિક મહાનુભાવોએ રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા પણ પોષણક્ષમ ગુજરાત અન્વયે વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે વિકાસ રથ સાથે મોરબી તેમજ હળવદ નગર સાથે ૮ થી વધું ગામડાઓમાં પોષણક્ષમ ગુજરાત હેઠળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજી આગામી સમયમાં વિવિધ ગામોમાં આ પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાત સાથે પોષણક્ષમ ગુજરાત બનાવવા કટિબદ્ધ છે ગુજરાત સરકાર.

- text