ટંકારામાં કાલે શુક્રવારે યોજાનાર મચ્છુમાની રથયાત્રાની તૈયારીઓને આખરીઓપ

- text


પોલીસનું ફુટ પેટ્રોલિંગ; આવતીકાલે સવારે ધ્વજારોહણ બાદ રાજમાર્ગો પર શોભાયાત્રા ફરશે, બપોરે મહાપ્રસાદ

ટંકારા : ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુમાંની અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાનાર હોય જેનું આયોજન અંતિમ ચરણમાં પહોંચ્યું છે. જે અનુસંધાને પોલીસે પણ રૂટ ઉપર પેટ્રોલિંગ અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે સવારે ધ્વજારોહણ બાદ ટંકારાના રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરશે. અને બપોરે મહાપ્રસાદ યોજાશે.

આવતીકાલ તા.1/7/2022ને શુક્રવારે ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુમાંના મંદિરેથી ધ્વજારોહણ કરી રથયાત્રા ટંકારાના રાજમાર્ગો પર માલધારી સમાજની પંરપરાગત વેશભૂષા સાથે નીકળશે. ત્યારે ગૌવાળોથી આખુગામ ગોકુળયુ બની જશે. દેરીનાકા રોડથી રથયાત્રા દયાનંદ સરસ્વતી ચોક, ધેટીયાવાસ, , ઉગમણાનાકા, લોવાસ, શ્રીલક્ષ્મી નારાયણ મંદિર સહીતના વિસ્તારોમાં ફરશે.

શોભાયાત્રાના સમાપન સમયે સમુહમાં મહાપ્રસાદ યોજાશે. આ માટે આયોજકો અને ભાવિકો સહિત નગરજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આવતીકાલે યોજાનારી શોભાયાત્રાના રૂટ પર ટંકારા પોલીસના થાણા અધિકારી બી ડી પરમાર, જમાદાર મુકેશભાઈ ચાવડા, ઈમ્તિયાઝભાઈ, વાધેલાભાઈ, પ્રવિણભાઈ મેવા, બિપીનભાઈ પટેલ સહિતના જવાનો સાથે પેટ્રોલીંગ કર્યુ હતું.

- text

અષાઢીબીજ નિમિત્તે જગ વિખ્યાત લક્ષ્મીનારાયણ દાદા પણ રથમાં બિરાજમાન થશે. સાંજે પાંચ વાગ્યે મંદિર પરિસરમાં દર્શન ખુલ્લા મુકાશે. જે શયન સમય સુધી ચાલુ રહેશે.

ગામધણી શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની ઝાંખી કરવા અને પરંપરા મુજબ અષાઢી બીજના રામ રામ કરવા સૌ ભક્તજનો ઉમટી પડશે.

- text