મોરબીમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ

- text


મોરબી : મોરબીની વોર્ડ નં.8 ની આંગણવાડીમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા બાળકોને શિક્ષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી શહેર તેમજ જિલ્લા દ્રારા મોરબી શહેર પંચાસર રોડ વોર્ડ નં.8ની સવારની પાળમાં આંગણવાડીના તમામ બાળકોને શિક્ષણમાં ઉપયોગી કિટનુ વિતરણ કરવામા આવ્યુ હતું.જેમા મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા,ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જિલ્લા યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરીયા,મોરબી શહેર પ્રમુખ જે. બિ. ઠાકોર,મોરબી તાલુકા પ્રમુખ જયદીપ ઠાકોર,મોરબી શહેર મંત્રી મહેશ ઠાકોર,સલાકાર મંત્રી નવધન ધમેચા,મહેન્દ્રનગર ગ્રામ સમિતિ પ્રમુખ વિજયભાઈ ભોજયિયા તથા ગ્રામ સમિતિ કાર્યકર્તાના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું.આ શિક્ષણ કિટમાં દાન આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

 

- text