મોરબીમાં પોલીસ મથકમાં પીએસઆઇની ગાડીમાં કોઈ લીસોટા પાડી ગયું

- text


સિટી એ ડિવિઝન પોલીસ મથકના ગ્રાઉન્ડમાં બનાવ બનતા જાણવા જોગ નોંધ દાખલ

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલ પીએસઆઇની એસયુવી કારમાં કોઈ પશુ કે માણસ દ્વારા લીસોટા પાડી નાખવામાં આવતા આ મામલે જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી પીએસઆઇ શક્તિસિંહ મુળરાજસિંહ રાણાની એસયુવી કારમાં કોઈ પશુ કે અન્ય દ્વારા આગળના બમ્પર, ડ્રાયવર સાઇડ, ખાલી સાઇડના બંને દરવાજા તથા ફયુલ ટાંકી પાસે સ્ક્રેચ (લીસોટા) કરી નુકશાન પહોંચાડતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જ જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

- text