ગુડ ન્યુઝ :જીસીસીના દેશોમાં સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટી ડંમ્પીંગ ડ્યુટી નાબુદ

- text


ભારત સરકારના નિર્ણયથી મોરબીના સીરામિક ઉદ્યોગ માટે ગલ્ફના દેશોમાં વિકાસના દ્વાર ખુલ્યા

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ માટે મહત્વના કહી શકાય તેવા ગુડ ન્યુઝ સામે આવ્યા છે. વડાપ્રધાન સહિત ભારત સરકારના પ્રયાસોથી અંતે જીસીસીના દેશોમાં સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટી ડંમ્પીંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી છે. આથી ભારત સરકારના નિર્ણયથી મોરબીના સીરામિક ઉદ્યોગ માટે ગલ્ફના દેશોમાં વિકાસના દ્રાર ખુલ્યા છે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિથી યુનાઇટેડ આરબ અમીરાતમા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી છે. જેમાં સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસ ના દેશો દ્વારા લગાવવામા આવેલ એન્ટી ડંમ્પીંગ ડ્યુટી એવરેજ 41.8 ટકા અને નવી કંપની માટે 106 ટકા છે. જે ખુબ જ વઘુ હોવાથી તે દેશોમા ચાઈના સામે ટકવુ મુશ્કેલ હોય જે બાબતે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે વારંવાર દિલ્હી ખાતે ભારત સરકારમા રજુઆત કરતા સાસંદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતોને ઘ્યાનમા લઈ ભારત સરકાર દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીએ યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમા સીરામીક ટાઈલ્સનો સમાવેશ કરતા યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) ગવર્મેન્ટ દ્વારા સીરામીક ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવવામાં આવી છે.

- text

આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ તેમજ સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનો મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ તેમજ તમામ સીરામીક ઉદ્યોગકારોએ આનંદની લાગણી સાથે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

- text