હળવદ ખાતે યુવા ભાજપ દ્વારા કટોકટીના કાળા કાયદા અંગે યોજાયું વ્યાખ્યાન

- text


 

હળવદ: મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા કટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૫ જૂન કટોકટી દિવસ એટલે લોકશાહી માટેના કાળા દિવસની જાણકારી યુવાનોને મળી રહે તેવા આશયથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટી લગાવી દેવામાં આવી હતી અને વિપક્ષના તમામ કાર્યકરોને પકડી પકડીને મિસાના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અંકુશ લગાવી દેવામાં આવ્યો હતો અને દેશની લોકશાહીનું હનન કરવામાં આવ્યું હતું. જય પ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયીથી લઇ દેશના ખૂણે ખૂણે થી વિપક્ષના લોકોને વિના કારણે જેલ હવાલે કર્યા હતા અને અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા ત્યારે આ કાળા કાયદાને વખોડી નાખવા માટે અને આ કાળા કાયદાથી જે લોકશાહીનું હનન કરવામાં આવ્યું હતું તેની માહિતી હાજર સૌને પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હળવદમાંથી કટોકટી દરમિયાન હળવદના જે કાર્યકર્તા જેલમાં રહ્યા હતા તે પૈકીના બીપીનભાઈ દવે , વિભાકરભાઈ પરીખ અને નાગરદાસ ચાવડાનું સાલ ઓઢડી અને પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે બીપીનભાઈ દવે , ચંદુભાઈ શિહોરા, વિજયભાઈ જાની અને રણછોડભાઈ દલવાડીએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text