નાણાંના ધીરધાર પ્રવૃતિ નિયમન માટે ‘ઇ-કો ઓપરેટિવ પોર્ટલ લોન્‍ચ કરાયું

- text


મોરબી : નાણાંની ધીરધાર કરનારાઓએ નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં જવું નહિં પડે હવેથી આ તમામ કામગીરી ઓનલાઈન જ થશે.

ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે ઇ – કો ઓપરેટિવ પોર્ટલ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટેની કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરીમાં જવાનું રહે નહીં તે રીતે ઉક્ત સોફટવેર અંતર્ગત ઓનલાઈન કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે નીચે મુજબની વેબસાઈટ તથા હેલ્પડેસ્ક નંબર નો સંપર્ક કરવો.

- text

આ માટે વેબસાઈટ :‌- http://www.ecooperative.gujarat.gov.inતેમજ હેલ્પડેસ્ક નંબર :- (૦૨૮૨૨) ૨૪૧૫૯૦ ઉક્ત સોફ્ટવેર અંતર્ગત હવે પછી ગુજરાત નાંણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ ની વિવિધ કલમો હેઠળ થતી નાણાંની ધીરધાર કરનારાઓના રજિસ્ટ્રેશન તેમજ રેન્‍યુઅલની અરજીઓ ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે તેવું રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબી ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું છે.

- text