ભાવનગરનો ખૂંખાર અપરાધી મોરબીથી ઝડપાયો

- text


જીવલેણ હુમલો, મારામારી, દારૂ હથિયાર સહિત નવ – નવ ગુન્હામાં નાસતા ફરતા આરોપી સામે પાસા હુકમ થતા મોરબી છુપાયો હતો : એલસીબીએ પકડી પાડ્યો

મોરબી : ભાવનગર શહેરમાં જીવલેણ હુમલો, મારામારી, દારૂ હથિયાર સહિત નવ – નવ ગુન્હા આચરી પાસા હુકમ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ અપરાધીને મોરબી એલસીબી પોલીસે અહીંના પચીસ વારિયામાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના બોરતળાવ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મારામારી, જીવલેણ હુમલો, હથિયાર, દારૂ સહિતના નવ – નવ ગુન્હા આચરનાર હનીફ અવેશ કટિયા નામના શખ્સ વિરુદ્ધ ભાવનગર પોલીસે પાસા વોરંટ ઇશ્યુ કરતા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતો ભાવનગરનો હનીફ મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે અહીંના 25 વારીયા વિસ્તારમાંથી ઝડપી લઈ ભાવનગર પોલીસને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર. ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, રામભાઈ મંઢ, ચંદુભાઈ કણોતરા, નિરવભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કો.ભરતભાઇ જિલરીયા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, રવિરાજસિંહ ઝાલા, વિક્રમભાઈ ફુગશિયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સંજયભાઈ રાઠોડ તેમજ રણવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

- text