મોહનભાઇ વાંકાનેર લેવા નીકળ્યા છો… પણ જો જો… મોરબી જતું ન રહે : જીતુભાઇ સોમાણી

- text


વાંકાનેર નગરપાલિકા સુપરસીડ કરવા નોટિસ મામલે ભાજપના જીતુભાઈ સોમણી ખુલીને મેદાને : સાંસદ મોહનભાઇ કુંડારિયા અને દુર્લભજીભાઈ સામે ખુલ્લો જંગ છેડયો

વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી બાદ પ્રમુખ પદને લઇ વિવાદ સર્જાતા ભાજપના નેતા જીતુભાઇ સોમણીએ બગાવતના સુર છેડી ભાજપને સતાથી દૂર રાખતા હવે રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા નોટિસ ફટકારતા વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમણીએ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા વિરુદ્ધ ખુલ્લેઆમ આવી આ બન્ને નેતાઓને કારણે જ પારદર્શક વહીવટ ધરાવતી વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા કારસો રચાયો હોવાનો આજે પત્રકાર પરિષદમાં સણસણતો આક્ષેપ કરી મોહનભાઇ તમે વાંકાનેર લેવા નીકળ્યા છો… પણ જો જો… મોરબી જતું ન રહે તેવું સ્પષ્ટ પણે જાહેરમાં જણાવ્યું હતું.

વાંકાનેર નગરપાલિકા સુપરસીડ કરવા નોટિસ ફટકારવામાં આવતા વાંકાનેર ભાજપના પાયાના પથ્થર એવા જીતુભાઇ સોમણીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. આજે તેઓએ પત્રકાર પરિષદ યોજી સુપરસીડ નોટિસ પાછળની રાજરમતને ખુલ્લી પાડતા જુદા – જુદા 15 મુદા સાથે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને દુર્લભજીભાઈ દેથરીયાને આડેહાથ લીધા હતા.

જીતુભાઇ સોમણીએ પત્રકાર પરિષદમાં જાહેર કરેલા 15 મુદા તેમના શબ્દોમાં અક્ષરશ: જોઈએ તો

1.નગરપાલીકાના સભ્યોની ખરીદ વેચાણ કરવા મોહન કુંડારીયા દ્વારા કરેલા પ્રયત્ન પછી પણ એની સાથે કોઈ ન રહેતા આ સુપરસીડ કરવાનું ષડયંત્ર રચ્યું છે, વાંકાનેરની જનતા આ બાબતથી વાકેફ છે.

2. બાકી ગુજરાતની ૧૬૨ નગરપાલીકાઓમાં સૌથી પારદર્શક અને પ્રમાણીક વહીવટ વાંકાનેર નગરપાલીકાનો છે.

3. અમોને આપેલી નોટીસ કોઈપણ કારણ વગર નગરપાલીકાની બોડીને ડીસ્કવોલીફાઈડ કરવાના ઈરાદે આપેલ છે.

૪. આ નોટીસમાં કોઈ દમ નથી કે નથી કોઈ વ્યાજબી વાત માત્ર મારી કારર્કીદી પુરી કરવા અને મને દબાવવા માટેનું એક ષડયંત્ર છે.

5. છેલ્લા 35 વર્ષથી વાંકાનેર નગરપાલીકા પારદર્શક અને પ્રમાણીકપણે ચાલે છે. પ્રજાનો મારા ઉપર સંપુર્ણ ભરોસો છે. જે મે જાળવી રાયખો છે. જયારે વાંકાનેરની જનતા છેલ્લા 15 વર્ષથી વિપક્ષ મુકત નગરપાલીકા છે.

6. હુ સમાજ સાથે છું અને સમાજ મારી સાથે છે. મારૂ જીવન સમાજના દુ:ખમાં દુ:ખી અને સુખમાં સુખી જેવું છે.

- text

7. મોહન કુંડારીયાએ 2017માં ખુલ્લેઆમ મને હરાવવાનો પ્રયત્ન કર્યો, જયારે 2017 ની વિધાનસભાની ચુંટણીમાં મને ટીકીટ ના મળે તે માટે મોહનલાલે ખુબજ પ્રયત્ન કર્યા પણ નરેન્દ્રભાઈ મોદી તથા અમીતભાઈ શાહ દ્વારા મારાપર વિશ્વાસ કરવામાં આવ્યો અને મને વાંકાનેર વિધાનસભાની ટીકીટ મને આપી એટલે મોહનલાલે પસંદ કરેલા ઉમેદવારને અપક્ષ ઉમેદવારી કરાવી તથા ફાયનાન્સયલી ફંડ દ્વારા મદદ કરાવી તથા ફાયનાન્સયલી ફંડ પુરૂ પાડી તેમને અને તેમની ટીમ દ્વારા મને હરાવવાના ખુબજ પ્રયત્ન કર્યા તેમ છતા તે ઉમેદવારને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો. તુરંત જ પોતાની વગ વાપરીને ભાજપમાં પુનઃ પ્રવેશ કરાવી પાર્ટીનો હોદો અપાવ્યો અને જે હોદા ઉપર આજેપણ કાર્યરત છે. અને તેઓને જીલ્લા પંચાયતની ચુંટણીમાં ટીકીટ પણ અપાવી હતી.

8. સાંસદ મોહન કુંડારીયા અને તેના દરેક કર્મના ભાગીદાર દુર્લભજીભાઈ દેથરીયાએ સાથે મળીને નગરપાલીકા સુપરસીડ કરવાનું કાવતરું રચ્યું છે, જેમાં પ્રદેશ નેતાગીરીને ગેરમાર્ગે દોરી C.M.O. ઓફીસમાંથી નગરપાલીકાને સુપરસીડ કરવાની સુચના આપી છે, અમારા દ્વારા આ કાગળનો જે પણ જવાબ આપીએ નગરપાલીકા ડીસ્કવોલીફાઈડ કરવાનું નિશ્ચિત છે.

9. મોહન કુંડારીયા અને દુર્લભજી દેથરીયા ભલે મને ભાજપમાંથી દુર કરવા મથી રહયા હોય પણ વાંકાનેર વિધાનસભાના મતદારોના દિલમાંથી મને દુર નહી કરી શકે.

10. બાકીની વિગત આગામી તારીખ 26/6 ને રવીવારના રોજ વાંકાનેરમાં જંગી જન સંમેલન કરી જાહેર કરીશું.

11. હું પાટીલ સાહેબને વિનંતી કરૂછું કે, આપ રાજકોટના એક કાર્યક્રમમાં……

12. હું C.M. સાહેબને વિનંતી કરૂ છું કે મોહનભાઈ કુંડારીયા આપશ્રીને ગેરમાર્ગે દોરી રહયા છે.

13.જો નગરપાલીકા સુપરસીડ કરવી પડે તો પેલા 161 કરવી પડે પછી 162મી રૂપે વાંકાનેરનો વારો આવે, કારણકે નગરપાલીકા એટલી પ્રમાણીક પણે ચાલી રહી છે.

14. મોહન કુંડારીયા એટલુ જાણે કે, વાંકાનેર મેળવવા તમે નીકળયા છો પણ વાંકાનેર તો કોઈ દિવસ મળશે નહી પણ એટલુ યાદ રાકખજો કે વાંકાનેર તો એક બાજુએ રહેશે અને તમારા હાથમાંથી મોરબી જતુ ન રહે જેનુ ઉદારણ મોરબી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલની ચુંટણીમાં તમે પરીણામ જોઈ લીધુ હશે.

15. હમ લડેંગે યા મરેંગે મરતે દમ તક લડેંગે દેખતે હૈ જીત કીસકી હોતી હૈ સત્યકી યા અસત્યકી.

- text