મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવત મામલે યુવાન ઉપર ખૂની હુમલો

- text


ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, યુવાનની પત્નીએ સાત હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર જૂની અદાવત મામલે સાત શખ્સોએ ખૂની હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ યુવાનને ગંભીર ઇજા ઘટ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે યુવાનની પત્નીએ સાત હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રેશમાંબેન રહીમભાઈ વીરમાળી નામની પરિણીતાએ આરોપીઓ ઈરફાન કારીમભાઈ પારેડી, ડેનિશ કિશોરભાઈ કથરેચા, હાર્દિક દીપકભાઈ ગોહિલ, રોહિત જીવણભાઈ બાવાજી, આરીફ ઇકબાલભાઈ હાલાણી, સાહિલ ઉર્ફે સવો કરીમ પારેડી, રવિ ઉર્ફે બુચિયો એમ સાત શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નોંધાવી હતી કે, ફરિયાદી રેશમાબેનના પતિ રહીમભાઈ વલીમામદ વીરમાળી સાથે કોઈ જૂની અદાવતનો ખાર સાતેય શખ્સો લાકડી, ધોકા, છરી સહિતના હથિયારો સાથે રહીમભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આથી આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

- text