મોરબીના પંચાસર રોડ ઉપરથી ત્રણ યુવાન ત્રણ બાટલી સાથે ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપરથી બે તેમજ માધપરમાંથી એક યુવાનને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર ગીતા ઓઈલમિલ પાસેથી વનરાજભાઇ વીરમભાઇ બરબરીયાને રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે પંચાસર રોડ ખ્વાજા પેલેસ સામેથી પોલીસે સોહીલ ઉર્ફે સવો સલીમભાઇ મોવરને સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ ઉપરાંત પોલીસે માધાપરમાંથી સાહીલભાઇ હિતેષભાઇ વિઠલાપરાને વીદેશી દારૂ સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text