મોરબીમાં શુક્રવારે વિનામૂલ્યે યોગ શિબિર તથા આયુર્વેદ – હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ

- text


મોરબી: વિશ્વ યોગ દિવસ 2022ની ઉજવણી અંતર્ગત મોરબીમાં આગામી તા.17/6/2022ને શુક્રવારના રોજ સવારે 8:00 કલાકથી યોગ શિબિર તથા આયુર્વેદ, હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ વરિયા મંદિર, સો ઓરડી મેઇન રોડ, મોરબી ખાતે યોજાશે.

સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા વિનામૂલ્યે યોગ શિબિર તેમજ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

કેમ્પમા વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મે.ઓ. આયુર્વેદ), ડોક્ટર વિજયભાઈ નાંદરિયા, (મે.ઓ. હોમિયોપથી) તથા
યોગ ટ્રેનર રુપલબેન શાહ સેવા આપશે.

- text

આ ઉપરાંત કેમ્પમાં આયુર્વેદ ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, ‘પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદના મહત્વ’ – વિષય પર વ્યક્તવ્ય, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ,
બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર, “ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન તેમજ આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે.
યોગાસન માટે આસન સાથે લઈ આવવાનું રહેશે.

- text