સ્કોલરશીપ પરીક્ષામાં ટંકારાની સજનપર શાળા તાલુકા પ્રથમ 

- text


ટંકારા : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS)માં ટંકારાની સજનપર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી છે.શાળાના 12 વિદ્યાર્થીઓ માંથી 7 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.જેમાંથી 2 વિદ્યાર્થીઓ જિલ્લાના મેરીટમાં સ્થાન મેળવ્યું છે.

સરકાર દ્વારા દર વર્ષે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) લેવામાં આવે છે.જેમાં ટંકારના સજનપર શાળાના બે બે વિદ્યાર્થીઓ NMMS પરીક્ષામાં જિલ્લાના મેરીટમા સ્થાન પ્રાપ્ત કર્યું છે.જેમાં શાળાનો વિદ્યાર્થી કાસુન્દ્રા હેત રમેશભાઈ સમગ્ર મોરબી જિલ્લામાં સાતમો ક્રમ અને ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલ છે.નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) – આ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ 9 થી ધો. 12 સુધી દર મહિને રૂ.1000 એમ કુલ રૂ. 48000 જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે.

- text

વર્ષ 2015 થી શાળામાં ધોરણ 8 ના બાળકોને NMMSની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું.જેમાં શિક્ષકોની અથાગ મહેનત અને આચાર્યનું સતત માર્ગદર્શન રહેતું હતું.છેલ્લા ત્રણ વર્ષથી શાળાના બાળકો આ પરીક્ષામાં પાસ તો થઈ જતા હતા પરંતુ જિલ્લાના મેરીટમા આવતા ન હતા.આ વર્ષે શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન પી. દેત્રોજા એ શાળાના બાળકોને NMMSની પરીક્ષામાં મેરીટ સ્થાન અપવાવા માટે નિશ્ચય કર્યો અને આ કાર્ય શાળાના બાળકોના અભ્યાસના સમય સિવાયના સમયમાં તૈયારી કરાવાવાનું શરૂ કર્યું અને બાળકોએ પણ આ કાર્ય ઉત્સાહથી કરવાનું સ્વીકારી લીધું હતું. આ કાર્યમાં શાળાના અન્ય બધા જ શિક્ષકો તેમજ આચાર્યએ પણ પોતાના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.

બાળકો અને શિક્ષિકાબહેનની મહેનત રંગ લાવી અને શાળાના કુલ 12 વિદ્યાર્થીઓ માંથી 7 વિદ્યાર્થીઓ પાસ થયા અને 2 વિદ્યાર્થીઓ એ જિલ્લાના મેરીટમા સ્થાન મેળવ્યું.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.તેમજ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના માર્ગદર્શક શિક્ષિકાબહેન અને આચાર્યનો આભાર વ્યક્ત કરેલ હતો.આ તકે ગામના સરપંચ રીનાબહેન જાદવ તેમજ SMCના અધ્યક્ષ રૈયાણી નંદલાલભાઈએ પણ શાળા પરીવારને શુભેચ્છા પાઠવેલ હતી.

- text