મોરબીમાં જુગારના ત્રણ દરોડામાં 12 પત્તાપ્રેમી ઝડપાયા

- text


રવિવારે રજાના દિવસે જુગારનો ખેલ મંડનાર જુગારીઓનો ખેલ પોલીસે ચોપટ કરી દીધો

મોરબી : મોરબીમાં ગઈકાલેરવિવારે રજાના દિવસે જુગારનો ખેલ મંડનાર જુગારીઓનો ખેલ પોલીસે ચોપટ કરી દઈને જુગારના ત્રણ દરોડામાં 12 પત્તાપ્રેમી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે વિધ્યુતનગર હનુમાન મંદીર પાસે મફતીયાપરામાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ભુપતભાઇ ખીમજીભાઇ કારૂ, રૂગનાથભાઇ દેવજીભાઇ મકવાણા, શામજીભાઇ રમણીકભાઇ ડાભી, જીજ્ઞેશભાઇ અરજણભાઇ લાંબરીયાને રોકડા રૂ ૧૭૯૪૦ સાથે ઝડપી લીધા હતા.

- text

બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીજન પોલિસે સર્કીટ હાઉસ સામે ભારતનગર મોરબી-૨ પાસે જુગાર રમતા આરોપીઓ મુળજીભાઇ ધારાભાઇ ટોળીયા, રણમભાઇ ભગુભાઇ કારૂ, સંજયભાઇ મોતીભાઇ ટોળીયા, રાજેશભાઇ જગદીશભાઇ વાઘેલા રોકડા રૂપીયા ૧૦,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી મેઇનરોડ ઉપર જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ભગવાનજીભાઇ ટીડાભાઇ ટોયટા, રોહીતભાઇ નારણભાઇ બાંભવા, કેવલભાઇ જયંતીભાઇ ભલસોડ, યોગેશભાઇ જીતેન્દ્રગીરી ગૌસ્વામી જુગાર રમતા રોકડા રૂપીયા ૧૨,૮૭૦ સાથે ઝડપી લીધા હતા.

- text