હળવદ નજીક ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત : 10થી વધુ લોકોને ઇજા

- text


મયુરરાજ ટ્રાવેલ્સની મોરબીથી સુરેન્દ્રનગર જતી બસનો થયો અકસ્માત

હળવદ : હળવદ નજીક હાઇવે પર સવારે કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત થયાની થોડી કલાકો બાદ આ જ હાઇવે પર કવાડિયા ગામના પાટિયા નજીક મોરબીથી સુરેન્દ્રનગર જતી ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 જેટલા લોકોને ઇજા પોહચી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ અકસ્માતની મળતી વિગત મુજબ મોરબીથી સુરેન્દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્સની બસ અને ટ્રેઇલર વચ્ચે અમદાવાદ હળવદ હાઇવે પર કવાડિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકશાન થયું છે. અને બસમાં સવાર મુસાફરોમાંથી 10 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ પોહચી છે. જેમાં 1) મફાભાઇ ખીમાભાઇ ડાભી (ઉ.વ.42) રહે. સુરેન્દ્રનગર 2) મીનાબેન રાજુભાઈ (ઉ.વ. 35) રહે. કોંઢ 3) તકુબેન કરમશીભાઇ (ઉ.વ.60) રહે. સુરેન્દ્રનગર 4) ફૈજુબેન અકબરભાઈ (ઉ.વ. 42) રહે. ભરાડા 5) નસીમબેન નાસીર (ઉ.વ.40) 6) સમીમબેન નાસીંગભાઇ સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

- text