હળવદ સામતસર તળાવના ફરતે જાળી લગાવવા રજુઆત

- text


હળવદ : હળવમાં શરણેશ્વર મંદીર સામે આવેલ સામંતસર તળાવ લોકો માટે હરવા-ફરવાનું સ્થળ હોવાથી લોકો નાના ભૂલકાઓ સાથે તળાવના કિનારે આવે છે.આથી કોઈ જાનહાની ન થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીએ નગરપાલિકાના પ્રમુખને તળાવ ફરતે જાળી લગાવવા રજુઆત કરી છે.

- text

હળવમાં શરણેશ્વર મંદીર સામે આવેલ સામંતસર તળાવ હળવદની પ્રજા માટે એક ફરવા લાયક સ્થળ છે.જ્યાં નાના નાના ભુલકાઓ સાથે તેમના કુટુંબના પરીવારનો તળાવનો નજારો જોવા તથા બગીચામાં ફરવા આવે છે.પરંતુ હમણા થોડા સમય પહેલા તળાવના કિનારા ઉપર ફેન્સીંગ ન હોવાને કારણે નાની વયના બાળકનું દડો લેવા જતા મૃત્યુ થયેલ હતું. ઉપરાંત આજે પણ એક પ્રૌઢ પાણી ભરવા જતા લપસી જતા મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે શરણેશ્વર મંદીરની સામે તળાવ કિનારાથી થઇને હાઇવે સુધી સુરક્ષા માટે સત્વરે ફેન્સીંગ નાખવા ભારતીય જનતા પાર્ટીના યુવા મહામંત્રી અશોકભાઈ પ્રજાપતિએ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી છે.

- text