મોરબીના પોલીસ લાઈનમાં મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

- text


 

જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મહાયજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે મહાકાલેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મહાયજ્ઞ અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઇન ખાતે ભવ્ય મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે બુધવારના રોજ નવનિર્મિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સવારે 9 વાગ્યાથી મહાયજ્ઞ યોજાયો હતો. યજ્ઞ કાર્યના મુખ્ય પ્રધાનાચાર્ય તરીકે પૂ. શાસ્ત્રી હસુભાઈ વી. પંડ્યા બિરાજેલ. તેમજ સવારે 7 કલાકે મહાઆરતી થશે અને સાંજે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરેલ. આ પ્રસંગે એલસીબી પીઆઇ એમ.આર. ગોઢાણીયા, એસઓજી પીઆઇ જે.એમ.આલ, મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, હળવદ તાલુકા પીઆઇ એમ.વી. પટેલ, મોરબી એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડ્યા, બી ડિવિઝન પીઆઇ દેકવાડીયા, એલસીબી પીએસઆઇ ચુડાસમા,સીસીટીવી સર્વેલન્સ પીએસઆઇ પી.ડી. પટેલ સહિતના હાજર રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવામાં પોલીસ લાઇનના સમગ્ર પોલોસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text