હળવદ : બાઇક હડફેટે લઈને બે લોકોના મોત નિપજાવી નાશી છુટેલો વાહનચાલક ઝડપાયો

- text


 

હળવદ : હળવદમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાળક સહિત બેના મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસે અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવીને તેની ધરપકડ કરી છે.

ગત તા.9ના રોજ હળવદ માળીયા હાઈવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયાથી ધનાળા વચ્ચે નાળા પાસે ડબલ ફેટલ અકસ્માતનો બનાવ બનેલ જેમા કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક પાછળ બેસેલ જયાબેન ઉ.વ.23 તથા હાર્દિક ઉ.વ.7 વાળાઓને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ પામ્યા હતા. તેમજ બાઇક ચાલક અને ફરીયાદી અનીલભાઈ ચંદુભાઈ સુરેલા રહે.જુના વેગડવાવ તા.હળવદ વાળાને હાથે પગે ફેક્ચર જેવી ગંભીર ઈજા થતા તેઓની ફરીયાદ લઈ હળવદ પો.સ્ટે એ ગુનો દાખલ કર્યો હતો.

- text

આ બનાવ સંદર્ભે પોલીસ ટીમે ખાનગી બાતમીદારોથી તેમજ અણીયારી ટોલ ટેક્ષથી સોલડી ટોલ ટેક્ષ સુધીના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી પુરાવાઓ મેળવી સદરહુ ગુનો ડીટેક્ટ કરેલ છે અને આ કામે અકસ્માત કરનાર વાહન ચાલક આરોપી સાકિબભાઈ માજીદભાઈ ચૌધરી જાતે-શેખ ઉ.વ.24 ધંધો-ડ્રાઈવીંગ હાલ રહે.15, શાંતીનગર નારોલ કોર્ટ પાછળ અમદાવાદ શહેર મુળ ગામ-સહસપુર, શેખાન તલાઈ તા.ધામપુર જી.બિજનોર રાજ્ય-ઉતરપ્રદેશની ધડપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text