રિવરફ્રન્ટની વાતો વચ્ચે પાલિકાનો કેસરબાગ રસકસ વગરનો વેરાન બન્યો

- text


મોરબીમાં બાળકો રમે તેવા નહીં પણ ઘાયલ થાય તેવા બગીચા .

જાહેર સુવિધા આપવામાં ઉદાસીન પાલિકા તંત્રના પાપે બગીચામાં રહેલા હીંચકા, લપસીયા બાળકો માટે પીડા દાયક બન્યા 

મોરબી : મોરબીમાં હાલ વેકેશનના સમયગાળામાં બાળકો ખેલકુંદ કે આનંદ પ્રમાદ માટે જાએ તો ક્યાં જાય તેવી કપરી હાલત છે.મોરબીમાં સમ ખાવા પૂરતો બગીચો કેસરબાગ પણ હવે રસકસ વગરનો ઉજ્જડ બની ગયો છે. બાળકોને બગીચામાં રહેલા મનોરંજનના સાધનો જેવા કે હીંચકા લપસીયા જોખમી બની જતા તેમાં આનંદને બદલે પારાવાર પીડા મળે છે. એકતરફ મચ્છુ નદી ઉપર રિવર ફ્રન્ટ બનાવાની વાતો કરતો નગરપાલિકા સારો એક બાગ પણ લોકો માટે બનાવી શકતી ન હોવાનો લોકોએ વસવસો વ્યક્ત કર્યો છે.

મોરબીના સામાંકાંઠે આવેલા રાજશાહી વખતનો જાજરમાન કેસરબાગ વર્ષો અગાઉ એક સરસ મજાનો લીલોછમ મહેકતો ઉપવન હતો.પણ કાળક્રમે પાલિકાની ઘોર ઉપેક્ષાથી આ બગીચો ખંડેર બની ગયા બાદ થોડા વર્ષો અગાઉ ફરી કેસરબાગ નવપલ્લવિત કરવામાં આવ્યો હતો. બગીચામાં લોન વ્યવસ્થિત કરીને હરવા ફરવાની યોગ્ય વ્યવસ્થા, બાકડા, બાળકો માટે હીંચકા, લપસીયા નાખવામાં આવ્યા હતા. પણ એની પાછળથી માવજત ન થતા હવે આ બાગની ફરી જેસે થે તેવી ખરાબ હાલત થઈ ગઈ છે. છેલ્લા એક દોઢ વર્ષથી કેસરબાગની ખરાબ દુર્દશા થઈ ગઈ છે. હીંચકા, લપસીયા સહિતના બાળકોના મનોરંજનના સાધનો તૂટી ગયા છે. લોન પણ ઠેરઠેર ઉખડી ગઈ છે. એટલે બાળકો સહિતના અબાલવૃદ્ધ માટે આ બગીચો જરાય હરવા ફરવા કે આનંદદાયક રહ્યો નથી. આથી એની માવજત ન થતા કરોડના ખર્ચ બાગમાં કરેલું રીનોવેશન એળે ગયું છે.

- text

શુ કહે છે નગરપાલિકા તંત્ર ?

કેસરબાગની ખરાબ હાલત અંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેસરબાગમાં જે હીંચકા લપસીયા તૂટી ગયા છે. તેમાં હાલ પહેલા સિક્યુરિટી મુક્યા બાદ ટૂંક સમયમાં તેનું યોગ્ય રીતે સમારકાર હાથ ધરાશે.

- text