રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

- text


રાજકોટ : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો મુજબ વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 03.06.2022 થી 16.06.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02.06.2022 થી 15.06.2022 સુધી દરરોજ એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન વેરાવળથી 17 જૂન, 2022થી અને બાંદ્રાથી 16 જૂન, 2022થી અત્યાધુનિક LHB રેક પર દોડશે, જે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા પૂરી પાડશે.

ઓખા-વારાણસી એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 02.06.2022 થી 30.06.2022 સુધી અને વારાણસીથી 04.06.2022 થી 02.07.2022 સુધી લગાડવામાં આવશે. ઓખા-જયપુર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 06.06.2022 થી 27.06.2022 સુધી અને જયપુરથી 07.06.2022 થી 28.06.2022 સુધી લગાડવામાં આવશે. ઓખા – શાલીમાર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ 05.06.2022 થી 26.06.2022 સુધી ઓખાથી અને 07.06.2022 થી 28.06.2022 સુધી શાલીમારથી લગાડવામાં આવશે.

- text

પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 04.06.2022 થી 28.06.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી 06.02.2022 થી 30.06.2022 સુધી લગાડવામાં આવશે. પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સ્પ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 02.06.2022 થી 30.06.2022 સુધી (09.06.2022 સિવાય) અને મુઝફ્ફરપુર થી 05.06.2022 થી 03.07.2022 સુધી (12.06.2022 સિવાય) લગાડવામાં આવશે.

રાજકોટ – રીવા એક્સપ્રેસમાં માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 05.06.2022 થી 26.06.2022 સુધી અને રીવા થી 06.06.2022 થી 27.06.2022 સુધી લગાડવામાં આવશે. રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 02.06.2022 થી 30.06.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી 03.06.2022 થી 01.07.2022 સુધી લગાડવામાં આવશે.

- text