મોરબીના વીસીપરા વિસ્તારમાં મકાનમાંથી વોડકા દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે આરોપી સાગરભાઇ ધીરૂભાઇ ચાવડાના યમુનાનગર સોસાયટી વીસીપરા મોરબીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાને દરોડો પાડતા વિદેશી દારૂની મુનવોક ઓરેન્જ વોડકા ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૨૨ કી.રૂ-.૬,૬૦૦ તથા ટુબર્ગ બીયર ટીન ૫૦૦ મી.લી. ના નંગ-૨૫ કી.રૂ.૨,૫૦૦ મળી કુલ કિ.રૂ.૯,૧૦૦ નો પ્રોહી મુદામાલ મળી આવતા કબ્જે કર્યો હતો. જો કે આરોપી હાથમાં ન આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text