વાંકાનેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે ભારતીય ચલણી નોટો જુદા-જુદા દરની હોય જે નોટોના નંબર ઉપર એકી બેકી નો જાહેરમા નસીબ આધારીત જુગાર રમતા આરોપીઓ કીશનભાઇ ઉર્ફે ભુરો મેરૂભાઇ વીંજવાડીયા, હીતેશભાઇ ભુદરભાઇ વીજવાડીયાને રોકડ કુલ રૂ.૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- text