મોરબીમાં દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલહવાલે

- text


લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને પકડીને અલગ અલગ જેલમાં ધકેલી દીધા

મોરબી : મોરબી જિલ્લામાં દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે.જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને પકડીને અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાને પગલે મોરબી એલસીબી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવા માટે ગુન્હાહિત ઇતિહાસનો રેકોર્ડ તૈયાર કરી આ અંગેની દરખાસ્ત જિલ્લા કલેકટરને મોકલવામાં આવી હતી. આથી જિલ્લા કલેકટરે એ દરખાસ્ત ઉપર મંજુરીની મહોર મારી ત્રણેય આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરતા મોરબી એસલીબીની ટીમે આ પાસા વોરંટની બજવણી કરીને દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ બુટલેગરો જયંતિભાઈ દેવસીભાઈ ચૌહાણ ( રહે ચોટીલા-સુરેન્દ્રનગર), રાજુભાઇ ઉર્ફે જંગી મગનભાઈ સનુરા (રહે ત્રાજપર-મોરબી), સવજીભાઈ ઉર્ફે સજો મેરુભાઈ વરાણીયા (રહે ત્રાજપર-મોરબી)ને પકડી પાડી અમદાવાદ, ભાવનગર અને પોરબંદર એમ અલગ અલગ જેલમાં મોકલી દીધા હતા.

- text

- text