રોંગ સાઈડમાં ધસી આવેલા બાઈક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ

- text


વાંકાનેર કુવાડવા રોડ કલાવડી ગામના પાટીયા પાસે અકસ્માતમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર કુવાડવા રોડ કલાવડી ગામના પાટીયા પાસે રોગ સાઈડમાં ઘસી આવેલા બાઈક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીનેશભાઇ દેવશીભાઇ સતરોટીયા (ઉ.વ. ૩૩ ધંધો મજુરી રહે. રાજમતી મીલની બાજુમા મયુરનગર મફતીયાપરા રાજકોટ)એ આરોપી જી.જે.૦૩-એલ.ડી.૬૭૮૮નો ચાલક મોહમદ મુખ્તાર ઇસ્માઇલભાઇ માણસીયા (રહે. સીંધાવદર તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવો હતી કે, ગત તા.૯ના સવારના સવારના દશથી સવા દશ વાગ્યાના સુમારે વાંકાનેર કુવાડવા રોડ કલાવડી ગામના પાટીયા પાસે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલા વાળુ બાઈક પોતાની સાઇડમા આગળ એસ.ટી બસ. પડેલ હોવાનુ જાણવા છતા પોતાને પોતાની સાઇડથી રોડ ક્રોસ કરી સામેની બાજુ જવુ હોય રોંગ સાઇડમા આવી રોડની સામેની સાઇડમાંથી આગળ પાછળથી આવતા જતા વાહનોની પરવા કર્યા વગર બેફીકરાઇથી ગફલતભરી રીતે પોતાનુ મોટર સાયકલ રોડ ઉપર વચ્ચોવચ્ચ ચલાવી ફરીયાદીના એક્ટીવા નં. જી.જે.-૦૩-જે.એમ.-૫૭૮૩ સાથે અકસ્માત કરી ફરીયાદીને જમણા કાનના પડદામા તથા જમણા ખંભા ઉપર તથા છાતીમા ઇજા કરી તથા સાહેદ દેવુબેનને ડાબા હાથની ટચલી આંગળીમા ફેક્ચર જેવી ઇજા તથા માથામા ઇજા કરી તથા ફરીયાદીના દીકરાને માથામા ઇજા પહોંચાડી હતી.

- text

- text