પીપળીના એફિલ વિટ્રીફાઈડ અને ઈવેન્ટા વોલ ટાઇલ્સમાં સતત ચોથા દિવસે આઇટીના દરોડા

- text


 

ચોથા દિવસે આઇટીના દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો હાથ લાગ્યા, કરચોરીનું સાહિત્ય કબ્જે લેવાયું

મોરબી : મોરબીમાં ઇન્કમટેક્સની રેડ ચોથા દિવસે પણ યથાવત રહી છે.જેમાં ચોથા દિવસે ઇન્કમટેક્સ વિભાગે મોરબીના પીપળી રોડ પર આવેલ એફિલ વિટ્રીફાઈડ અને ઈવેન્ટા વોલ ટાઇલ્સમાં દરોડા પાડ્યા હતા.ચોથા દિવસે આઇટીના દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો હાથ લાગ્યા છે અને કરચોરીનું સાહિત્ય કબ્જે લેવાયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા AGL કંપનીમાં દારોડ પાડ્યા બાદ આ કંપનીના ભાગીદારો અને આ કંપની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ ઉપર પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તવાઈ ઉતરી છે. આજે આજે સતત ચોથા દિવસે 40 માંથી 25 જગ્યા પર દરોડા યથાવત રહ્યા છે.જેમાં અમદાવાદ, હિંમતનગર, સુરત અને મોરબીમાં દરોડા યથાવત રહ્યા છે. મોરબીના રાવપર રોડ પર આવેલ ભાગીદારીના મકાનમાં ગઈકાલે દરડો પૂર્ણ કરી સાહિત્ય જપ્ત કર્યું છે.

મોરબીના પીપળી રોડ પર આવેલ એફિલ વિટ્રીફાઈડમાં ચોથ દિવસે પર દરોડાની કામગીરી યથાવત રહી છે. 40 સ્થળ પરથી ઇન્કમટેક્સના અધિકારીને કરોડના સાહિત્ય હાથે લાગ્યા છે.15 સ્થળ પર સાહિત્ય સહિત રોકડ રકમ કબ્જે કરી દરોડાની કામગીરી પર્ણ કરી હજુ 25 સ્થળે આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં ઇન્કમટેક્સ ના અધિકારીને 20 કરોડ રાકડા રૂપિયા હાથે લાગ્યા અને 20 થી વધુ બેન્ક લોકર પણ સીલ કરવામાં આવ્યા છે.
આવતીકાલે બેન્ક લોકરની ચકાસણી કરવામાં આવશે. બેન્ક લોકરમાંથી મહત્વના દસ્તાવેજી સાહિત્ય, રોકડ રકમ અને દાગીના મળી આવે તેવી શકયતા છે. 40 સ્થળ પરથી 100 કરોડથી વધુ કૌભાંડ કરેલ સાહિત્ય હાથે લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text