ખેલ મહાકુંભમાં અંડર-14 લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવતો વરડુસર શાળાનો વિદ્યાર્થી

- text


વાંકાનેર: હાલ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભની અંડર-14 લાંબી કુદ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વરડુસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી નદાસીયા કરણે બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લા, પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે.

- text

નદાસીયા કરણ કાળુભાઈએ અંડર-14 લાંબી કૂદ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે ત્યારે તેની આ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા તેમજ SMC અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા અને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.

- text