વાંકાનેરમાં એક્ટિવા ઉપર વોડકાની 12 બોટલ લઈને નીકળેલો નવઘણ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરની લુણસર ચોકડી નજીકથી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક્ટિવા લઈને નીકળેલા મોરબીના નવઘણ નામના ઇસમને ગ્રીન એપલ વોડકાની 12 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા લુણસર ચોકડી નજીક વાહન ચેકીંગ દરમીયાન શંકાસ્પદ એક્ટિવા અટકાવી તલસી લેતા મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા નવઘણભાઇ મોહનભાઇ સોલંકીના કબ્જામાંથી ગ્રીન એપલ વોડકાની 12 બોટલ કિંમત રૂપિયા 3600 મળી આવતા પોલીસે રૂપિયા 20 હજારના એક્ટિવા સહિત 23,600નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text