વાંકાનેરના જેપુર ગામે સ્વીફ્ટ કાર હડફેટે બાળકનું મૃત્યુ

- text


દાદા – દાદી સાથે ગયેલા બાળકને કચડી નાખી સ્વીફ્ટ કાર ચાલક ફરાર

મોરબી : રાજકોટના મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા પરિવારનો બાળક વાંકાનેરના જેપુર ગામે મહેમાનગતિએ આવ્યા બાદ એક સ્વીફ્ટ કાર ચાલકે બાળકને હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ બાળકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા જગદીશભાઇ સોમાભાઇ માધાણીનો પાંચ વર્ષનો પુત્ર ભાવિક તેના દાદા – દાદી સાથે વાંકાનેરના જેપુર ગામે આવ્યો હતો. જ્યા શેરીમાં ભાવિક રમતો હતો ત્યારે સ્વીફ્ટ કાર રજી.નં.GJ-03-ME-3568ના ચાલકે ભાવિકને હડફેટે લેતા ભાવિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માત બાદ સ્વીફ્ટ કારનો ચાલક નાસી છૂટ્યો હતો.

વધુમાં ગત તા.30 એપ્રિલના રોજ સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલ ભાવિકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ભાવિકના પિતા જગદીશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા સ્વીફ્ટ કારનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪ (અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text