મોરબીમાં 15 દિવસમાં લીંબુ સસ્તા, પણ ટામેટા, બટેટા, કારેલા મોંઘા થયા

- text


રીંગણ, મરચા, કોથમરી, ડુંગળીના ભાવમાં ઘટાડો થયો

મોરબી : મોરબીમાં 15 દિવસ પહેલા જે જે શાકભાજીના ભાવો ભડકે બળતા હતા. તે શાકભાજી હવે સસ્તા થયા છે. ખાસ કરીને હાલની કાળઝાળ ગરમી સામે આરોગ્ય રક્ષા કવચ ગણાતા લીબુના ભાવો એકાએક ઉંચકાયા હતા અને લીબુ ભાવો આસમાને પહોંચી જતા લોકોમાં દેકારો મચી ગયો હતો. જો કે હવે લીબુના ભાવો અંકુશમાં આવી ગયા છે. પણ ટામેટા, બટેટા, કારેલા મોંઘા થયા છે.

મોરબીમાં હવે શાકભાજીના ભાવોમાં ભારે વધઘટ જોવા મળી છે. અમુક શાકભાજીના ભાવો ઘટયા છે તો બીજા ઘણા શાકભાજીના ભાવો વધ્યા છે. જેમાં લીંબુના ભાવો હવે ઘટયા છે. જેમાં લીબુના ભાવ પહેલા રૂ.300 હતા.હવે ધટીને 120થી 150 થઈ ગયા છે. પણ ટામેટા, બટેટા, કારેલાના ભાવો વધી ગયા છે. જેમાં 15 દિવસ પહેલા જે ભાવ હતા તેની સરખામણીમાં જોઈએ તો બટેટાના ભાવ પ્રતિ કિલોએ રૂ.20 માંથી વધીને રૂ.25, ટામેટાના રૂ.60માંથી વધીને 80, વટાણાના રૂ.120માંથી વધીને રૂ.150, ભીંડોના રૂ.40માંથી વધીને રૂ.60, કારેલાના રૂ.30માંથી વધીને રૂ.60 થઈ ગયા છે.જ્યારે મરચાના ભાવ રૂ.50માંથી ઘટીને રૂ.25, ફુલાવરના ભાવ રૂ.80માંથી ઘટીને રૂ.60, કોબીચના ભાવ રૂ.60માંથી ઘટીને રૂ.40, રીગણાના રૂ.80માંથી ઘટીને રૂ.30, કાકડીના રૂ.80માંથી ઘટીને રૂ.30, ડુંગળીના રૂ.30માંથી ઘટીને રૂ.20, મેથીના રૂ.200માંથી ઘટીને રૂ.100 થયા છે. આવી અમુક શાકભાજીના ભાવો ઘટયા તો અમુક શાકભાજીના ભાવો વધ્યા છે. હાલ વેકેશનની સિઝન હોવા છતાં શાકભાજીની ડિમાન્ડ ઓછી રહેતી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

- text

- text