તા. 24મીએ ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે

- text


મોરબી : રાજકોટ રેલ્વે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશન પર ડબલ ટ્રેકની કામગીરી માટે 24 મે 2022ના રોજ લાઇન નંબર 1 અને 2 પર બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ નં 1 લાઇન નં 1 પર હોવાના લીધે બ્લોકના કારણે 24મી મે 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1ના બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે. રેલવે તંત્ર મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ દિલગીર છે.

- text

- text