મોરબીમાં વિહિપ દુર્ગાવાહિની દ્વારા ભાવનગર જતી દીકરીઓને લસ્સીનું વિતરણ 

- text


મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની મોરબી જીલ્લા દ્વારા ભાવનગર જતી કચ્છ અને મોરબીની દીકરીઓને લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની-મોરબી જીલ્લા દ્વારા ભાવનગર મુકામે દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં જઈ રહેલા કચ્છ અને મોરબીની દીકરીઓને નવા બસ સ્ટેન્ડ ખાતે લસ્સી વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. તે કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબીના જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લાના સંયોજિકા ઝંખનાબેન દવે, સેવા વિભાગના સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીતના દુર્ગાવાહિનીના બેહનો જોડાયા હતા.

- text