મારા ઘર સામે કેમ જોયું કહી યુવાનને માથામાં ઇટ ફટકારાઈ

- text


વાંકાનેર મહાવીર સોસાયટીમાં બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર શહેરની મહાવીર સોસાયટીમાં કાકાના ઘરે ગયેલા યુવાને કાકાના ઘર સામે આવેલા મકાન તરફ જોતા ત્રણ શખ્સોએ મકાન સામે કેમ જોવશ કહી માથામાં ઇટનો ઘા ફટકારી દેતા ગંભીર ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં મહાવીરનગર સોસાયટીમાં રહેતો કિશનભાઈ વસંતભાઈ મકવાણા નામનો યુવાન ઘર નજીક જ રહેતા તેના કાકાના ઘેર ગયો હતો ત્યારે તેના કાકાના ઘરની સામે જ રહેતા રાહુલભાઇ વિનુભાઇ, સંજયભાઇ તથા મનિષભાઇ વિનુભાઇ રહે. બન્ને વાંકાનેર બસ સ્ટેન્ડ સામે વાળાઓએ અમારા ઘર સામે કેમ જોવશ કહી કિશન સાથે ઝઘડો કર્યો હતો.

- text

દરમિયાન ઝઘડો કરી ચાલ્યા ગયા બાદ ત્રણેય આરોપીઓ મિત્રો સાથે બેઠેલા કિશન પાસે ગયા હતા અને ગાળો બોલી, શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી માથામાં ઈંટ ફટકારી દેતા કિશનને બે ટાકા આવ્યા હતા.

બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text