વાંકાનેરમાં જન્મદિવસ ઉજવવા ગયેલા યુવાન ઉપર સામું કેમ જુવે છે કહી હુમલો

- text


પ્રેમવતી રેસ્ટોરન્ટમાં બબાલ થયા બાદ નવાપરામાં બઘડાટી

વાંકાનેર : વાંકાનેરમાં મિત્રો સાથે જન્મદિવસની ઉજવણીમાં પ્રેમવતી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયેલા યુવાન અને તેના મિત્રો ઉપર સામું કેમ જોવશ કહી ચાર શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નવાપરામાં કન્યા શાળા સામેની શેરીમા રહેતા રૂત્વીકભાઇ જગદિશભાઇ સારલા નામના યુવાનનો જન્મદિવસ હોય મિત્રો સાથે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા હતા. બરાબર આ સમયે ત્યાં નાસ્તો કરવા આવેલા મયુર બાવાજી સામે ઋત્વિકના મિત્રએ જોતાં મયુર બાવાજીએ સામું કેમ જોવશ કહી ઝઘડો કર્યો હતો.

- text

દરમિયાન ઋત્વિક અને તેના મિત્રો પ્રેમવતીમાંથી નાસ્તો કરી જતા રહ્યા બાદ જીઆઇડીસીના ખૂણે હુશેન બ્લોચ, મયુર બાવાજી, એજાજ મોવર તથા સાહિલ ઉર્ફે બાબો યુસુફભાઇ આફ્રીદી રહે.બધા મીલપ્લોટ વાળા એક સાથે ધસી આવી ઋત્વિક અને તેના મિત્રો સાથે ઝઘડો કરી પાઇપ,ધોકા, છરી સહિતના હથિયારો સાથે તૂટી પડતા ઋત્વિક અને તેમના મિત્રોની ઇજા પહોંચાડતા આ મામલે વાંકાનેર સિટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text