વાંકાનેરની પરિણીતાને એસીડ છાંટવાની ધમકી આપનાર ઝડપાયો

- text


ઓનલાઈન ડ્રેસ ખરીદી કરી મહિલા સાથે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરનાર આરોપીને વડોદરાથી પકડી પાડતી
વાંકાનેર સીટી પોલીસ

વાંકાનેર : વાંકાનેરના પરિણીત મહિલા પાસેથી ઓનલાઈન ડ્રેસ ખરીદી કરી બાદમાં મિત્રતા રાખવા દબાણ કરતા મહિલાએ પોતે પરિણીત હોવાનું જણાવતા પરિણીતા અને તેમના નણંદ ઉપર એસિડ એટેક કરવાની ધમકી આપનાર મૂળ જેતપુર નવાગઢના શખ્સને વાંકાનેર સિટી પોલીસે વડોદરા ખાતેથી પકડી પાડ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા અને ઓનલાઈન ડ્રેસ મટિરિયલનો બિઝનેશ કરતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ પાસેથી ઓનલાઈન ખરીદી કર્યા બાદ જાવીદ કુરેશી નામના શખ્સ દ્વારા ફ્રેન્ડશીપ રાખવા જણાવતા મેઘનાબેને પોતે પરિણીત હોવાનું જણાવી ફોન નહી કરવા કહેતા આરોપી જાવિદે ફોન પર ગાળો આપી મેઘનાબેન અને તેમના નણંદ ઉપર એસીડ એટેકની ધમકી આપી હતી. આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બનાવ સ્ત્રી અત્યાચારનો હોય પ્રથમ અગ્રતા આપી આરોપીની તાત્કાલિક અસરથી પકડી પાડવા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

- text