આઇસરમાં ભુસાની આડમાં ગાંધીધામ લઇ જવાતો રૂ. 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

- text


 

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ સાથે બેને ઝડપી લીધા

મોરબી : મોરબી એલસીબી ટીમે આજે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આજે આઇસર ગાડીમાં ભુસાની આડમાં છુપાવી રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને પકડી લીધા હતા. દારૂ અને આઇસર મળી કુલ કિ.રૂ.૩૬,૧૭,૯૦૦ કબ્જે કર્યા હતા.તેમજ આ દારૂની હેરાફેરીમાં અન્ય બે બુટલેગરના નામો ખુલતા આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ પ્રોહી. જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન પો.હેડકોન્સ. સુરેશભાઇ હુંબલ,પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી આઇસર ટ્રકમાં ભુસાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરતા બે આરોપી લાલુરામ વિજયરામ મીણા (ઉ.વ. ૨૨ રહે. ચણાવદા ગામ કનાત ફળીયુ તા.ગીરવા જી.ઉદયપુર-રાજસ્થાન), પીન્ટુભાઇ માંગીલાલ ડાંગી (ઉ.વ. ૨૩ રહે. ઘાસા ગામ આવલીયા વિસ્તાર તા.માવની જી.ઉદયપુર-રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

- text

પોલીસે બન્ને આરોપીઓ પાએથી મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૩,૯૬૦ કિ.રૂ.૧૪,૮૫,૦૦૦, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૮૦૦ કિ.રૂ.૧૦,૮૦,૦૦૦, મેઝીક મુમેન્ટ વોડકાની બોટલો નંગ-૧૦૮૦ કિ.રૂ.૪,૩૨,૦૦૦, બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૧,૦૨,૦૦૦ આઇસર ગાડી નં. GJ-15-AT-6661 કિ.રૂ.૫,૦૦,૦૦૦ નો મુદામાલ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧૦,૦૦૦ રોકડા રૂપીયા-૮,૯૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૬,૧૭,૯૦૦ કબ્જે કર્યા હતા. આ દારૂની હેરાફેરીમાં લોગરાજ ઉર્ફે બબ્બી (રહે. આબુરોડ,રીકકો ઇન્ડસ્ટ્રીયલ એરીયા રાજસ્થાન, ઇંગ્લીશ દારૂ ભરેલ ગાડી આપનાર ગોવિંદ રબારી (રહે. નાથદ્વારા રાજસ્થાન)નું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

- text