વાંકાનેરના ગારીયા ગામે સાયકલ ઉપરથી પટકાતા પુરુષનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા રમેશભાઇ ખાખીરામભાઇ ગોંડલીયા સાયકલ ઉપરથી પડી જતા ઇજા થતા પ્રથમ સારવાર રાજકોટ સિવીલ હોસ્પીટલ બાદ વધુ સારવારમાં અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text