મોરબીનો યુવાન જ્હોની વોકર દારૂની બે બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી અવની ચોકડી રોડ ઉપર સિટી એ ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા શ્રવણ નામના શખ્સને જ્હોની વોકર બ્રાન્ડ રેડલેબલ વ્હીસ્કીની બે બોટલ સાથે ઝડપી લઈ 50 હજારના એક્ટિવા સહિત 53,140નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે અવની ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન એક્ટિવા લઈને નીકળેલા શ્રવણભાઇ મનોજભાઇ પરમાર, ઉ.20 રહે.મોરબી કંડલાબાયપાસ આનંદનગર, ઉમા સોસાયટી વાળાને અટકાવી તલાશી લેતા એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા 3140ની કિંમતની જ્હોની વોકર રેડલેબલ વ્હિસ્કીની બે બોટલ મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી એકટીવા સહિત રૂ.53,140નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text