ટંકારામાં અતિવૃષ્ટિ દરમ્યાન તૂટેલ ડેમી-2 ચેકડેમ રીપેર કરવા માંગ

- text


નાના રામપરના ખેડૂતની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના રામપર,નસીતપર,મહેન્દ્રનગર અને ઉમિયાનગર ગામ ડેમી-2 જળાશયની નીચે ડેમી નદીના કિનારે આવેલ છે. અને આ નદી મોરબી સ્ટેટના સમયે મહેન્દ્રપુર ગામ હેઠળ એક મોટો ચેકડેમ બનાવેલ હતો.જેના પાણી સંગ્રહનો તમામ ગામના ખેડૂતો પોતાની ખેતીવાડીમાં ઉપયોગ કરીને આજીવિકા ચલાવતા હતા.

ચેકડેમ વર્ષ 2017માં થયેલ અતિવૃષ્ટિ દરમ્યાન ડેમી-2 દયાનંદ સાગર ડેમમાંથી છોડવામાં આવેલ હતું.પાણીના તીવ્ર પ્રવાહના કારણે તૂટી ગયેલ અને ચેકડેમને ઘણું નુકશાન થયેલ.જેના કારણે આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતો બંધ થઇ ગયેલ છે.આ ચેકડેમ ઉપર પાંચેય ગામના આશરે બે હાજર ખેડૂત પરિવારની આશરે ત્રણેક હાજર વિધા જમીન પિયતથી વંચિત રહે છે.અને ખેડૂતોને પારાવાર નુકશાન થઇ રહ્યું છે.

- text

આ ચેકડેમ રીપેર કરવા માટે સ્થાનિક સ્તરેથી અવાર-નવાર તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને લગત તમામ વિભાગોમાં લેખિત અને રૂબરૂ રજૂઆત ચારેય ગામના આગેવાનો દ્વારા અવાર-નવાર કરવા છતાં પાંચ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પાંચ વર્ષ આ ચેકડેમ કોઈને કોઈ બહાના હેઠળ આજદિન સુધી રીપેર થયેલ નથી અને અહીંય ચેકડેમ આધારિત ખેડૂતોને ખેતીવાડીનું નુકશાન સહન કરવું પડે છે.

સરકાર ખેડૂત હિતમાં કામ કરતી હોય.જેથી આ ચેકડેમ રીપેર કરાવી આપવાની ખેડૂતહિતની માંગણી પુરી કરવા માટે લગત વિભાગને સૂચના આપવા નાણા રામપરના ખેડૂત યશવંતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષોથી તૂટેલી જીવાદોરી સમાન પાજ (નદી પર પાણીના સંગ્રહ માટે બનાવેલ નાનો ડેમ) અનેક રજૂઆતો છતાં રીપેર ના થતા ખેડૂત ખાતેદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આમ જ્યાં પણ જુના ચેકડેમ કે પાજો રીપેર ના થતી હોય ત્યાં ગામજનો આગળ આવે અને કિશાન સંઘ આ અરજદારની કામગીરીની પ્રશંશા કરી તેમને હરસંભવ મદદની જાહેરમાં ખાતરી આપેલ હોવાનું જણાવ્યું છે.

 

- text