ટંકારામાં નજીક રૂ.1.41 લાખની લૂંટ ચલાવનાર બેલડી ઝડપાઇ

- text


મોરબી એસઓજીની ટીમે ગણતરીની કલાકોમાં જ લૂંટ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો

ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર ગઈકાલે ભરબપોરે ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્સેસ, એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ રૂપિયા 1.41 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા બાદ મોરબી એસઓજી ટીમે સઘન તપાસ ચલાવીને ગણતરીની કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને બન્ને લૂંટારૂઓને દબોચી લીધા હતા.

મોરબીના સામાકાંઠે આવેલ વિધુતનગર સોસાયટીમાં રહેતા અને મૂળ માળીયાના બોડકી ગામના વતની તેમજ ફાયનાન્સ કંપનીમાં કામ કરતા સંદીપ હીરાભાઈ ડાભી નામના યુવાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર બાઈક ઉપર પસાર થઈ રહ્યો છે. ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ યુવાનને પછાડી દઈ સંદીપભાઈ પાસે રહેલા રૂ.1.41 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના અંગે લૂંટારુનો ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી હતી.

- text

આ બનાવને પગલે મોરબી એસઓજીની ટીમે સઘન તપાસ ચાલવી ગણતરીની કલાકોમાં જ લૂંટારુઓ સુધી પહોંચીને આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. એસઓજીની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ હેડ કોન્સ શેખાભાઇ મોરી તથા પો.કોન્સ ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ચોક્કસ બાતમી આધારે લૂંટ કરનાર બન્ને આરોપીઓ દીવ્યેશ ભગવાનજીભાઇ હણ (ઉ.વ.૧૯ રહે.નવાગામ તા.જી.મોરબી) તથા સંજયભાઇ નાથાભાઇ પડસારીય (ઉ.વ.૧૯ રહે.નવાગામ તા.જી.મોરબી) ને લૂંટમાં ગયેલ મુદામાલ રોકડા રૂપીયા 1.41 લાખ તથા બનાવમાં વાપરેલ મો.સા એક્સેસ કી.રૂ.૩૦,૦૦૦ સાથે ઝડપી લીધા હતા.

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ જે.એમ.આલ, પોલીસ હેડ કોન્સ સબળસિંહ સોલંકી, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ સતીષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા તેમજ ડ્રા.પો.કોન્સ અશ્વિનભાઇ લોખીલ વગેરે દ્વારા કરેલ હતી.

- text