મોરબીની રેઈન્બો પ્રિ-સ્કૂલમાં વર્ષના “છેલ્લા દિવસ”ની ઉજવણી કરાઈ

- text


બાળકોને રમકડાંઓ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી : મોરબીની રેઈન્બો પ્રિ-સ્કૂલમાં “છેલ્લા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ બાળકોને પરિણામ પત્રક આપી દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે રમકડાંઓ પણ આપવામાં આવ્યા હતાં.વાલીઓ માટે મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ગુજરાતી માધ્યમમાં બાળકોના પ્રિ-સ્કૂલના અભ્યાસ માટે અત્યાધુનિક પ્લે હાઉસ રેઈન્બો પ્રિ-સ્કૂલમાં નર્સરી, એલ.કે.જી. તેમજ યુ.કે.જી.ના બાળકો માટે “છેલ્લા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે પ્રિ-સ્કૂલના વાલીઓ બાળકો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.વિદ્યાર્થીઓને પરિણામ પત્રક આપવામાં આવ્યા હતાં.આ સાથે દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે રમકડાંઓ પણ આપવામાં આવ્યા હતાં. વાલીઓ માટે વાલી મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ તકે પોતાનું ધોરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશતા દરેક વિદ્યાર્થીઓને પ્રિ-સ્કૂલના સંચાલક નીરવભાઈ માનસેતા દ્વારા અભિનંદન આપવામાં આપ્યા હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text