ડમ્પરમાંથી બચ્યા તો ટ્રેલર ચાલકે હડફેટે લીધા : મોત

- text


લગધીરપુર રોડ ઉપર વિચિત્ર અકસ્માત : ડમ્પર નમી ગયા બાદ નીચે ઉતરી રોડ ક્રોસ કરવા જતા ડમ્પર ચાલકનું મૃત્યુ

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ડમ્પર રોડ ઉપર નમી જતા જીવ બચાવવા ડમ્પરમાંથી ઉતરી રોડની સામેની સાઈડમાં જતા સમયે ડમ્પર ચાલકને ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના કેરાળા હરીપર ગામે રહેતા અને ડમ્પર ચલાવતા હરપાલસિંહ પથુભા ઝાલા ગત તા.3ના રોજ મોરબીના લગધીરપુર રોડ,ઓપટેલ સિરામીક સામેથી પસાર થતા હતા ત્યારે અકસ્માતે ડમ્પર રોડની સાઈડમાં નમી જતા હરપાલસિંહે જીવ બચાવવા ડમ્પરમાંથી નીચે ઉતરી રોડની સામેની સાઈડ જતા હતા ત્યારે ટ્રક ટ્રેલર રજી નં RJ 06 GB 5592ના ચાલક હડફેટે લેતા હરપાલસિંહનું ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે હરપાલસિંહના મોટાભાઈ દિલીપસિંહ ઉર્ફે દિલુભા પથુભા ઝાલા, રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ વાળાએ ટ્રક ટ્રેલર રજી નં RJ 06 GB 5592 ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text