માળીયા તાલુકામાં રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ

- text


તંત્ર કોન્ટ્રાકરો સામે લાલ આંખ કરે તેવી લોકમાંગ : કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત

માળીયા(મી.) : હાલ માળીયા(મી.)તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની રોડ બનાવવાની કામગીરી ચાલુ છે.તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.જે નબળી કામગીરી થતી અટકાવવા તથા સરકારના નિયમો અનુસાર કામગીરી હતી ન હોય .જે તે વિસ્તારના રોડની ગ્રાન્ટ અટકાવી યોગ્ય પગલાં ભરી જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાકરો સામે લાલ આંખ કરી શિક્ષાત્મક પગલાં ભરવા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટના ગુજરાત રાજ્ય મહામંત્રીએ મોરબી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી છે.

હાલ અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહેલ રોડની કામગીતીમાં વેણાસરથી ખાખરેચી રોડમાં માટીકામમાં રોલિંગ,પાણીનો છંટકાવ તથા ડામરનો ગ્રેડ પ્રમાણોનું કામ થયેલ નથી.ચાલુ કામની વિઝીટ કરવા જવાબદાર સરકારના કોઈ સુપરવાઈઝર ત્યાં હાજર ન હોય અને ક્રોન્ટ્રાક્ટર પણ હાજર ન હોય.ફક્ત કોન્ટ્રાકટરના માણસો દવારા નબળી કામગીરી ચાલુ હોય જેના વિડિઓ,ફોટોસ કાર્યપાલક ઇજનેરને મોકલેલ છે.

હાલ મોટા દહીંસરાના નાનાભેલાગામે નવી સડક બનાવાનું કામ ચાલુ હોય જેમાં નહિવત માટી નાખીને રોલિંગ કે પાણી છંટકાવ કરેલ નથી.તે કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવું.

ભાવપરથી સરવડ રોડ-છેલ્લા પચીસ દિવસ થયા કામગીરી પૂર્ણ થયેલ નથી અને કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટરો સાધનો લઈને ચાલ્યા ગયા હોય.જેના કારણે ભાવપર સરવડ રોડ છેલ્લા પચીસ દિવસ થયા બંધ હોવાથી વાહન ચાલકો માટે રસ્તો ચાલુ કરવો.જાનીસરથી નાનીબરાર રોડ,ન્યુ નવલખીથી બોડકી રોડ અને પીપળીયા ગામથી પીપળીયા સ્ટેશનનું કામ અધૂરું હોય તે પૂર્ણ કરાવવું.

- text

વર્ષામેડી ફાટકથી વર્ષમેડી ગામ સુધીનો માર્ગ તથા ભાવપરથી બગસરા ગામનો માર્ગ તથા ચાચાવદરડાથી તરઘડી તથા તરઘડીથી નાનાભેલા તથા પીપળીયા સ્ટેશનથી મહેન્દ્રગઢ રોડ સમયમર્યાદા પહેલા તૂટી ગયો હોય.જે તાત્કાલિક ધોરણે રીપેર કરાવવો.સરવડ દેરાળા તથા દેરાળાથી રાસંગપર રોડની હાલત અતિ ખરાબ હોય જે રોડની તાત્કાલિક મરામત કરાવવી.

આ તમામ તાલુકાના અલગ અલગ રોડ પર હતી નબળી કામગીરી અને આવી કાગીરી ચાલતી હોય ત્યાં કચેરીએથી જવાબદાર વ્યક્તિને આવા ચાલતા કામ પર ફરજીયાત હાજર રાખી જે તે ગામના લોકો દ્વારા માંગવામાં આવતા કામના એસ્ટીમેન્ટ સ્થળ પર હાજર રખાવવા અપીલ છે.અન્યથા આ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારમાં કચેરીના અધિકારીઓની મીલીભગત સમજીને ના છુટકે શિક્ષાત્મક પગલાં લેવા ફરજ થશે,જેની નોંધ લેવી.આ અંગે ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટના ગુજરાત રાજ્ય મહામંત્રીએ કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી છે.

- text