વાંકાનેરમાં રાજવી પરિવારના સહયોગથી નવનિર્મિત મંદિરમાં 50 વર્ષથી બિરાજમાન છે મોટરેશ્વર મહાદેવ

- text


1972માં જીર્ણોદ્ધાર બાદ અખાત્રીજના પાવન પર્વે મહારુદ્ર યજ્ઞ કરી મંદિરને ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવેલું

વાંકાનેર : વાંકાનેરમાં રાજવી પરિવારના સહયોગથી 1972માં જીર્ણોદ્ધાર બાદ નવનિર્મિત મંદિરમાં અખાત્રીજના પાવન પર્વે મહારુદ્ર યજ્ઞ કરી મંદિરને ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવેલું હતું.

વાંકાનેરમાં તા. 15/05/1972ને સોમવારના રોજ મંદિરનું જીર્ણોધાર અને મહારુદ્ર યજ્ઞ કરી મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ મંદિર માટે નામદાર મહારાણા રાજ પ્રતાપસિંહ તથા રાજ કુટુંબ અને ગામના શહેરીજનોએ ફાળો આપેલ હતો.આ મંદિરને આજરોજ 50 વર્ષ પૂર્ણ થયા છે.દયાલગિરી ગોસ્વામી તેમજ તેમના પુત્ર નિલેશગિરી દયાલગિરી ગોસ્વામી,મહંત જાગનાથ ગ્રુપના સભ્ય (મોટરેશ્વર મહાદેવ) મંદિર દ્વારા નામદાર મહારાણા રાજકેસરીદેવસિંહના હસ્તે 50 વર્ષથી ચાલતી જૂની પરંપરા મુજબ મંદિરનું સંચાલન કરવામાં આવે છે.

- text

આમ, વાંકાનેરમાં મોટરેશ્વર મહાદેવ છેલ્લા 50 વર્ષથી બિરાજમાન છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

- text