જેપુર પ્રાથમિક શાળામાં ધો-૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામે જેપુર પ્રાથમિક શાળામાં ધો-૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.ધો-૮ના વિદ્યાર્થીઓએ શાળાને દિવાલ ઘડિયાળ ભેટ અર્પણ કરી હતી.

મોરબી તાલુકાના જેપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં શાળાની વિદ્યાર્થીઓનીઓ રાસ-ગરબા રમીને હર્ષની લાગણી પણ વ્યક્ત કરેલ હતી.તેમાં ધો-૮ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિશેષમાં ધો-૮ના વિદ્યાર્થીઓએ શાળાને દિવાલ ઘડિયાળ ભેટ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ કોન આપવામાં આવ્યું હતું.

તદુપરાંત મધ્યાહન ભોજનના નેજા હેઠળ સંજયભાઈ મકવાણા દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાક જમાડવામાં આવ્યા હતા.વિદાય સમારોહ આયોજન જેપુર પ્રાથમિક શાળાના આચાર્ય સુભાષભાઈ.વી.ખાંભરા અને શાળાના સમગ્ર સ્ટાફગણ રેશુબેન એચ.માકાસણા,રોહિતભાઇ સંઘાણી,સતીષભાઇ ગોસાઇ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.

- text

- text